View Hymn (Bhajan)
Hymn No. 424 | Date: 18-Oct-19931993-10-181993-10-18હૈયામાં રે મારા, આ આગનું તણખલું, ક્યાંથી રે આવી ગયું? (2)Sant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=haiyamam-re-mara-a-aganum-tanakhalum-kyanthi-re-avi-gayumહૈયામાં રે મારા, આ આગનું તણખલું, ક્યાંથી રે આવી ગયું? (2)
શાંત હતું મારું રે હૈયું, એમા અશાંતિની આગ કોણે લગાડી રે દીધી?
તૃપ્ત હૈયામાં રે મારા, અસંતોષ ક્યાંથી રે જાગી ગયો, ક્યાંથી રે જાગી ગયો?
જલતો જલતો આવ્યો એ મને પણ એમાં જલાવી રે દીધી, ક્યાંથી રે એ જાગી ગયો?
હતું બધું પાસે ને પાસે ભાન એનું ભુલાવી, ઇચ્છાઓ વધારે ને વધારે જગાવી ગયો,
લાગી હૈયે મારે અસંતોષની આગ એવી રે, સુખચેન મારા એમાં એણે હરી લીધા,
ધનવાન હોવા છતાં, ભિખારી આવીને એમને બનાવી રે ગયો
કયા ધનુષનું એ બાણ હતું? મારા શાંત હૈયાને ઘાયલ એ કરી ગયું
ના નીકળ્યું લોહી ઝખમ એવો આપી, ખજાનો એણે મારો લૂંટી રે લીધો
સાચી રાહથી મને એ ભટકાવી રે ગયો, અસંતોષનું બાણ હૈયે જ્યાં લાગી રે ગયું
હૈયામાં રે મારા, આ આગનું તણખલું, ક્યાંથી રે આવી ગયું? (2)