View Hymn (Bhajan)
Hymn No. 425 | Date: 18-Oct-19931993-10-181993-10-18કરવો સંઘર્ષ જીવનમાં નથી રે ગમતો, મીઠા ફળ ખાવાની આશા હૈયેથી નથી રે છોડાતીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=karavo-sangharsha-jivanamam-nathi-re-gamato-mitha-phala-khavani-asha-haiyethiકરવો સંઘર્ષ જીવનમાં નથી રે ગમતો, મીઠા ફળ ખાવાની આશા હૈયેથી નથી રે છોડાતી,
ખાવા છે મીઠા ફળ તો પ્રભુ, કાચા એ ફળ પાકે એટલી રાહ નથી રે જોવાતી,
કામ કર્યા વગર મળે ફળ ખાવા મીઠા અમને, રહીએ અમે એ આશાથી સદા બંધાઈ,
લાગે ભૂખ ત્યારે આવીને કોઈ કોળિયા ખવડાવી જાય, આળસના રંગથી ગયા છીએ એવા રે રંગાઈ,
કરવું કાંઈ અમને ગમતું નથી, રડવું અમને પસંદ નથી, કરીએ છીએ જીત વગરની લડાઈ
સુખ ભોગવવું છે રે જીવનમાં, સારા કાર્ય કરતા સદા અમે રે જાતા કંટાળી,
છાશ વલોવ્યા વિના મળે ખાવા માખણ, અમને રહીએ એ આશાથી સદા બંધાઈ
સુખી થવા ફાફા મારતા, વાત કરતા સદા દુઃખથી દૂર રહેવાની
જૂઠના દરિયામાં ડૂબકી મારતા, વાત કરીએ સત્યને પચાવવાની
બદલાયું બધું રે આ જગમાં, બદલાયું બધું જીવનમાં, ના બદલી અમારી રીત જીવન જીવવાની
કરવો સંઘર્ષ જીવનમાં નથી રે ગમતો, મીઠા ફળ ખાવાની આશા હૈયેથી નથી રે છોડાતી