View Hymn (Bhajan)
Hymn No. 4877 | Date: 07-Sep-20202020-09-072020-09-07હકીકતને જગ તો ના પહેચાને છે, હકીકત જગ તો ના જાણે છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=hakikatane-jaga-to-na-pahechane-chhe-hakikata-jaga-to-na-jane-chheહકીકતને જગ તો ના પહેચાને છે, હકીકત જગ તો ના જાણે છે
પ્રભુ છે પાસે ને પાસે, સાથે ને સાથે, હર વક્ત ખ્યાલ એ રાખે છે
હકીકત છે આ સાચી, જગત ના એને જાણે છે, જગત ના એને સમજે છે
નથી દૂર પ્રભુ કોઈ પ્રાણીથી, તોય બધા દૂર ને દૂર એને રાખે છે
ફરિયાદ ને માગણીઓમાં ભૂલે બધું, પ્રભુને દૂર રાખે છે
પ્રેમ કરવાનું ભૂલે છે, એકતા સ્થાપવાનું વીસરે છે, પ્રભુને દૂર રાખે છે
અંતરનું અંતર કાપવાનું ભૂલી, બીજું બધું યાદ એ રાખે છે
ભટકવાનું ચાલુ રહે છે મન ને દિલનું, ના એ તો બંધ થાય છે
દર્દમાં રડવાનું ને કકડવાનું ચાલુ રાખે છે, પ્રભુ યાદ ના રાખે છે
હકીકતને જગ તો ના પહેચાને છે, હકીકત જગ તો ના જાણે છે