View Hymn (Bhajan)
Hymn No. 4878 | Date: 07-Sep-20202020-09-072020-09-07હે દિવ્યમાતા, હે કૃપાળી માતા, તમારી કૃપાથી ભરોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=he-divyamata-he-kripali-mata-tamari-kripathi-bharoહે દિવ્યમાતા, હે કૃપાળી માતા, તમારી કૃપાથી ભરો
તમારી કૃપાથી ભરો, તમારી કૃપાથી ભરો ...
હૃદયને સંપૂર્ણ જાગૃતિથી ભરો, 'મા' કૃપા કરો ..
હૈયેથી ગર્વ હરો, તમારા પ્રેમથી એને ભરો, 'મા' કૃપા કરો
હૃદયના તારે તારા ને તમારા સંગીતથી ભરો, 'મા' કૃપા કરો
મન કરે નૃત્ય તમારા પ્રેમમાં, એવા અમને ભરો
તૃપ્તિ અમારી, તમારા પ્રેમના ઓડકારથી અમને તૃપ્ત કરો, 'મા' ...
અણુએ અણુને 'મા' તારા, નિજ ભાનથી ભરો, 'મા' કૃપા કરો
હૃદયમાં તમારો દિવ્ય નાદ ભરો, 'મા' કૃપા કરો, 'મા' કૃપા કરો ...
હે દિવ્યમાતા, હે કૃપાળી માતા, તમારી કૃપાથી ભરો