View Hymn (Bhajan)
Hymn No. 1310 | Date: 10-Jul-19951995-07-101995-07-10હર એક જીવનમાં પહેર્યો એક નકાબ છે(2)Sant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=hara-eka-jivanamam-paheryo-eka-nakaba-chheહર એક જીવનમાં પહેર્યો એક નકાબ છે(2)
નથી કોઈ નકાબ વગરનો માનવી આ દુનિયામાં, હરએક …….
છુપાવવા પોતાની કમજોરી, કર્યો સહુ કોઇએ પ્રયાસ છે
કમજોરીને મિટાવવા, હિંમતનો જ્યાં અભાવ છે, પહેર્યો…
આંસુને છુપાવવા કોઇએ હાસ્યનો, તો હાસ્યને છુપાવવા આંસુનો પહેર્યો નકાબ …
કોઇએ પ્રશંસાની ચાહમાં, તો કોઇએ જીવનના વ્યવહારમાં પહેર્યો…
છુપાવવા પોતાની જાતને, કરવા ઊભી ખોટી પ્રતિભા પોતાની, પહેર્યો……..
છે ખબર આની તો સહુને જગમાં, તોય ઉઠાવવામાં નકાબને રહ્યા બધા નકાબ
આવે છે પ્રભુ તારી પાસે, તોય રહ્યા એ તારાથી અજાણ છે
આપીને આ નકાબ પ્રભુએ, માનવી પર કર્યો મોટો ઉપકાર છે
હર એક જીવનમાં પહેર્યો એક નકાબ છે(2)