View Hymn (Bhajan)
Hymn No. 1311 | Date: 10-Jul-19951995-07-101995-07-10ચાહે છે હરકોઈ કામિયાબીને, તોય એ કોઈ કોઈને મળે છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chahe-chhe-harakoi-kamiyabine-toya-e-koi-koine-male-chheચાહે છે હરકોઈ કામિયાબીને, તોય એ કોઈ કોઈને મળે છે
મળે છે કામિયાબી જીવનમાં, બહુ ઓછાઓને એ મળે છે
નથી ચાહતા કોઈ નાકામિયાબી જીવનમાં, તો એ બધાને મળે છે
કામિયાબીનો પથ પણ, નાકામિયાબીથી ખૂલે છે
છે ભેદ આ તો ખૂબ જાણીતો, હર કોઈ આ વાત જાણે છે
મેળવવા કામિયાબીને કિંમત બહુ મોટી ચુકાવવી પડે છે
વિશ્વાસભર્યા પ્રયત્ન વગર નાકામિયાબી ના કોઈને મળે છે
ખૂટતા વિશ્વાસ ને ખૂટતા પ્રયત્નો કરવાથી, તો નાકામિયાબી મળે છે
મળે અગર કામિયાબી જીવનમાં, તો જીવન આંગણને ફૂલોથી એ ભરે છે
થાય જો જીવનમાં પ્રભુ તારી કૃપા, તો એ પળ એકમાં મળે છે
ચાહે છે હરકોઈ કામિયાબીને, તોય એ કોઈ કોઈને મળે છે