View Hymn (Bhajan)

Hymn No. 1317 | Date: 21-Jul-19951995-07-21હસવાની વાત પર જિંદગીમાં હું રડતો રહ્યો છુંhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=hasavani-vata-para-jindagimam-hum-radato-rahyo-chhumહસવાની વાત પર જિંદગીમાં હું રડતો રહ્યો છું

મારી મૂર્ખતાના સબૂત સહુને આપતો રહ્યો છું

સંજોગોની સગડીમાં સળગતો રહ્યો છું

ફરિયાદ એવી પ્રભુ તને સદા કરતો રહ્યો છું

ખોટ સામે મીટ માંડી છે એવી કે ફાયદો જોવાનું ભૂલતો રહ્યો છું

કસોટી છે તારી આકરી, એ ફરિયાદ તને કરતો રહ્યો છું

બન્યો સોનું હું જે તાપથી, એ તાપથી દાઝવા પર હું રડી રહ્યો છું

પહોંચ્યો ડુંગરની ટોચ પર જ્યાં હું, જોઈને ખાઈ હું ડરી રહ્યો છું

તારવા ચાહે છે તું મને, હું ખુદને ડુબાડી રહ્યો છું

ચાહે છે મિલન તું આપણું, હું દૂર ને દૂર થાતો રહ્યો છું

જગાવીને અહંકાર હૈયે, તારા પ્રેમથી હાથ ધોતો રહ્યો છું

રડવાની વાત પર જીવનમાં હસી રહ્યો છું

હસવાની વાત પર જિંદગીમાં હું રડતો રહ્યો છું

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

hasavānī vāta para jiṁdagīmāṁ huṁ raḍatō rahyō chuṁ

mārī mūrkhatānā sabūta sahunē āpatō rahyō chuṁ

saṁjōgōnī sagaḍīmāṁ salagatō rahyō chuṁ

phariyāda ēvī prabhu tanē sadā karatō rahyō chuṁ

khōṭa sāmē mīṭa māṁḍī chē ēvī kē phāyadō jōvānuṁ bhūlatō rahyō chuṁ

kasōṭī chē tārī ākarī, ē phariyāda tanē karatō rahyō chuṁ

banyō sōnuṁ huṁ jē tāpathī, ē tāpathī dājhavā para huṁ raḍī rahyō chuṁ

pahōṁcyō ḍuṁgaranī ṭōca para jyāṁ huṁ, jōīnē khāī huṁ ḍarī rahyō chuṁ

tāravā cāhē chē tuṁ manē, huṁ khudanē ḍubāḍī rahyō chuṁ

cāhē chē milana tuṁ āpaṇuṁ, huṁ dūra nē dūra thātō rahyō chuṁ

jagāvīnē ahaṁkāra haiyē, tārā prēmathī hātha dhōtō rahyō chuṁ

raḍavānī vāta para jīvanamāṁ hasī rahyō chuṁ
Explanation in English Increase Font Decrease Font

On a situation that I should laugh on, in life I have been only crying;

I have been giving the proof of my foolishness to all.

I have been burning in grill of circumstances,

This complaint I have always done to you, Oh God.

Against all the losses, I have broken my head that I have forgotten to look at all the Benefits.

I keep on complaining that your tests are very difficult.

The heat in which I became gold, on burning in that heat I am crying;

When I reached the top of the mountain, on seeing the cliff I am getting scared.

You want to liberate me but I keep on drowning myself;

You want our union, I keep on going away and away.

On awakening the ego in the heart, I keep on moving away from your love;

On this situation, instead of crying, I am laughing in life.