View Hymn (Bhajan)
Hymn No. 1318 | Date: 21-Jul-19951995-07-211995-07-21ભૂલ્યા જ્યાં માન અપમાનને રે, જીવનમાં રે જ્યારેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=bhulya-jyam-mana-apamanane-re-jivanamam-re-jyareભૂલ્યા જ્યાં માન અપમાનને રે, જીવનમાં રે જ્યારે
સમજી લેજો છે એ તો આગળ વધવાની રે નિશાની
ભૂલ્યા જ્યાં વેરઝેરને રે, જીવનમાં રે જ્યારે
સમજી લેજો છે એ તો જીવનમાં રે, પ્યારની રે નિશાની
ભૂલ્યા જ્યાં જીવનમાં કોધ, કામને રે જ્યારે
સમજી લેજો છે એ તો જીવનમાંરે શાંતિની રે નિશાની
ભૂલ્યા જ્યાં જીવનમાં લોભ મોહને રે જ્યારે
સમજી લેજો છે એ તો જીવનમાં, નિસ્વાર્થતાની રે નિશાની
ભૂલ્યા જ્યાં દેહભાન રે જીવનમાં જ્યારે
સમજી લેજો છે એ તો જીવનમાં ભક્તિની રે નિશાની
ભૂલ્યા જ્યાં માન અપમાનને રે, જીવનમાં રે જ્યારે