View Hymn (Bhajan)
Hymn No. 1390 | Date: 02-Nov-19951995-11-021995-11-02હશે તારા હૈયામાં શાંતિ, તો બધે શાંતિ તું પામવાનોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=hashe-tara-haiyamam-shanti-to-badhe-shanti-tum-pamavanoહશે તારા હૈયામાં શાંતિ, તો બધે શાંતિ તું પામવાનો
નહીં તો શાંતિમાં પણ અશાંતી, ઊભી કર્યા વિના નથી રહેવાનો
શોધીશ શાંતિ તું બહાર ને બહાર, એમાં તું તો ધોખો ખાવાનો
ખુદમાં શાંતિ શોધવા, તું મજબૂરીનો તો સહારો લેવાનો
તારી મજબૂરીને જ્યાં સુધી દૂર નથી કરવાનો, જીવનમાં ત્યાં તું અશાંતિનો ભોગ બનવાનો
જોઈ જોઈ અન્યમાં દોષ, ખુદના દોષમાં પણ જ્યાં ગુણ જોવાનો
આગને દબાવીને હૈયે શીતળતા તું નથી પામવાનો
બનીશ અશાંત વધુ ને વધુ, ખોટા પ્રયાસ જ્યાં તું કરવાનો
શાંત દેખાવાથી ને શાંતિભર્યા ખોટા આચરણથી, શાંતિ તું નથી પામવાનો
અપનાવીશ જ્યાં તું દિલથી પ્રભુને, શાંતિ પામ્યા વિના ત્યાં તું નથી રહેવાનો
હશે તારા હૈયામાં શાંતિ, તો બધે શાંતિ તું પામવાનો