View Hymn (Bhajan)
Hymn No. 1389 | Date: 26-Oct-19951995-10-261995-10-26જીવનના અનેક રંગોમાં, હું તો રંગાતો ને રંગાતો રે ગયોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jivanana-aneka-rangomam-hum-to-rangato-ne-rangato-re-gayoજીવનના અનેક રંગોમાં, હું તો રંગાતો ને રંગાતો રે ગયો
થયું એમાં શું કે, હું મારી ઓળખ એમાં ભૂલી ગયો(2)
સાચી ઓળખની યાદો હું ભૂલી ગયો, ઓળખ એમ નવી ઊભી કરી બેઠો
રંગાવા છતાં હરેક રંગમાં ના હું રંગાયો, તોયે બધા રંગોથી હું રંગાઈ ગયો
હર એક રંગ અસર એની મારા પર છોડી ગયા, ક્યારેક હું તનથી તો ક્યારેક મનથી રંગાઈ ગયો
ક્યારેક આબાદી તો ક્યારેક બરબાદીના, પંથે આગળ હું વધતો ગયો
આબાદીના ખ્વાબ ને હકીકતમાં બદલવામાં હું બરબાદ ને બરબાદ થતો ગયો
હતી કમી આમ પણ સુંદરતાની એમાં, વધારે ને વધારે કદરૂપો બની ગયો
તોય રંગોના આકર્ષણમાં, હું ખેંચાતો ને ખેંચાતો ગયો, જીવનના ….
રંગાવવું હતું જે રંગમાં, અંત સુધી એ રંગમાં ના રંગાઈ શક્યો
ગંદકીને અંગે પ્રેમથી લગાડતો રહ્યો
જીવનના અનેક રંગોમાં, હું તો રંગાતો ને રંગાતો રે ગયો