View Hymn (Bhajan)
Hymn No. 4428 | Date: 22-Nov-20142014-11-222014-11-22હે ઈશ્વરા, હે પરમેશ્વરા, હે કલ્યાણકારી શંકરાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=he-ishvara-he-parameshvara-he-kalyanakari-shankaraહે ઈશ્વરા, હે પરમેશ્વરા, હે કલ્યાણકારી શંકરા,
કરીએ આહવાન અમે તમારું, દિલમાં આવી વસો હે શંકરા
હે નીલકંઠ, હે નિજાનંદ, વસો જો દિલમાં તમે ....
તો રહીએ અમે સદા આનંદમાં, હે ઈશ્વરા, હે પરમેશ્વરા....
અર્પણ કરીએ, સમર્પણ કરીએ, તને બધું હે જગતમાતા, હે નાથ બિરાજો આસને
દૃષ્ટિમાં ભરી તેજ એવો, નીરખું સદૈવ તને બધે ઓ ભોલેશંકરા
અદભુત વાતો તારી, અદભુત અનુભવ છે તારા, ઓ શંકરા
કૃપા તારી તું છલકાવે, કરે ભીના તારા હરએક બાળ ને, ઓ ઈશ્વરા ...
હે ઈશ્વરા, હે પરમેશ્વરા, હે કલ્યાણકારી શંકરા