View Hymn (Bhajan)
Hymn No. 4427 | Date: 22-Nov-20142014-11-222014-11-22ધન્ય છે, ધન્ય છે, પ્રભુ તું ધન્ય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=dhanya-chhe-dhanya-chhe-prabhu-tum-dhanya-chheધન્ય છે, ધન્ય છે, પ્રભુ તું ધન્ય છે
અપાર કરુંણા વરસાવનારા, તું ધન્ય છે, ધન્ય છે...
છોડું હું ખુદનો સાથ, તોય આપે તું મને સાથ ...
પળ પળ ને ક્ષણ ક્ષણ મારું ધ્યાન રાખનાર, તું ધન્ય છે
અનહદ કૃપાનાં દાન દેનારા પ્રભુ, તું તો ધન્ય છે
નાચું નાચ હું તો ઘણા, કરું હેરાન-પરેશાન તને સદા
તોય મારો હાથ ના છોડનારા, તું ધન્ય છે, તું ધન્ય છે
કરું શબ્દોના પ્રહાર, વીંધી નાખું કોમળ હૃદય તારું
તોય બેહિસાબ પ્રેમ આપનારા, તું ધન્ય છે
નાસમજ ને વિકારોમાં રાચું એવો, ના કરવાનું કરું બધું
તોય કૃપાના દાન દેનારા, તું તો ધન્ય છે ...
હે વિષના પીનારા સદાશિવ, તું તો ધન્ય છે, પ્રભુ તું ...
ધન્ય છે, ધન્ય છે, પ્રભુ તું ધન્ય છે