View Hymn (Bhajan)
Hymn No. 1694 | Date: 13-Aug-19961996-08-131996-08-13હોય કૃપા પ્રભુ તારી જેના પર, નસીબનો સિતારો એનો ચમક્યા વિના રહેતો નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=hoya-kripa-prabhu-tari-jena-para-nasibano-sitaro-eno-chamakya-vina-rahetoહોય કૃપા પ્રભુ તારી જેના પર, નસીબનો સિતારો એનો ચમક્યા વિના રહેતો નથી
ખીલી જાય છે ભાગ્ય એનું, પૂર્ણ બંધ એ રહી શકતું નથી
પામે ને મળે પ્યાર તારો તો જેને, જીવન તો એનું મહેક્યા વિના રહેતું નથી
છે સાથ તું તો જેના, પ્રગતી એની ત કોઈ રૂંધી શકતું નથી
આપે છે જેને તું જીવનમાં બધું, એની પાસે કોઈ ઝૂંટવી શકતું નથી
બતાવે સાચી દિશા જેને તું પ્રભુ, એને કોઈ ભટકાવી ને ભરમાવી શકતું નથી
કરે છે જેની ઇચ્છા પૂરી તું પ્રભુ, ઇચ્છા એની કોઈ અધૂરી રહેતી નથી
યોગ્યતાએ આપે તું બધું, સમયની રાહ જોવા પ્રભુ તું બેસતો નથી
પામવી તારી કૃપા દુર્લભ છે, પામી જેણે તારી કૃપા એના માટે કાંઈ દુર્લભ નથી
આપે ને આપવા ચાહે જેને તું સુખ પ્રભુ, કોઈ બી દુઃખ એને દુઃખી કરી શકતું નથી
હોય કૃપા પ્રભુ તારી જેના પર, નસીબનો સિતારો એનો ચમક્યા વિના રહેતો નથી