વિશાળતાને પામવા નીકળ્યો છું, હૈયે વિશાળતા હું ચાહું છું
અપનાવવી છે વિશાળતાને મારે, ના હવે એનાથી દૂર રહેવા ચાહું છું
સંકુચિતતાને સંઘરી ઘણી, એને હવે હું ત્યાગવા માગું છું
સાધવી છે તારી સંગ એકરૂપતા, જેના કાજે વિશાળતા ચાહું છું
રહે હૈયે સહુ કાજે એક જ પ્રેમભાવ, એના વિના અન્ય ભાવ ના હું ચાહું છું
પરમ સુખની પ્રાપ્તિ કરવી રે છે મારે, દુઃખી રહેવા ને દુઃખી થવા ના ચાહું છું
અહમ-ઈર્ષાને હૈયેથી ત્યાગવા, હું તો માગું છું વિશાળતા …
જગાવી દે પ્રભુ ભક્તિભાવ એવા, જેમાં હુ ખોવાઈ જવા માગું છું
એક તારા સિવાય પ્રભુ, ના કોઈ બી યાદને હું તો ચાહું છું
પામે સહુ કોઈ તને પ્રભુ, ભાવના હૈયે હું એવી માગું છું
- સંત શ્રી અલ્પા મા
viśālatānē pāmavā nīkalyō chuṁ, haiyē viśālatā huṁ cāhuṁ chuṁ
apanāvavī chē viśālatānē mārē, nā havē ēnāthī dūra rahēvā cāhuṁ chuṁ
saṁkucitatānē saṁgharī ghaṇī, ēnē havē huṁ tyāgavā māguṁ chuṁ
sādhavī chē tārī saṁga ēkarūpatā, jēnā kājē viśālatā cāhuṁ chuṁ
rahē haiyē sahu kājē ēka ja prēmabhāva, ēnā vinā anya bhāva nā huṁ cāhuṁ chuṁ
parama sukhanī prāpti karavī rē chē mārē, duḥkhī rahēvā nē duḥkhī thavā nā cāhuṁ chuṁ
ahama-īrṣānē haiyēthī tyāgavā, huṁ tō māguṁ chuṁ viśālatā …
jagāvī dē prabhu bhaktibhāva ēvā, jēmāṁ hu khōvāī javā māguṁ chuṁ
ēka tārā sivāya prabhu, nā kōī bī yādanē huṁ tō cāhuṁ chuṁ
pāmē sahu kōī tanē prabhu, bhāvanā haiyē huṁ ēvī māguṁ chuṁ
Explanation in English
|
|
I am walking to achieve infinity, I desire broadness in the heart.
I have to accept the vastness, now I do not want to remain away from it.
I have preserved plenty of narrow minded thoughts, now I want to give that up.
Want to achieve oneness with you, for that I want the broadness.
In the heart, the love remains equal for everyone, I do not want any other emotion apart from that.
I want to achieve the ultimate happiness, I do not want to be unhappy or remain unhappy.
I want to discard the ego and jealousy from the heart, I desire broadness of the heart.
Oh God, awaken the devotion for you such that I drown myself in it.
Apart from you Oh God, I do not desire any other remembrance.
Everyone achieves you Oh God, I beg for such emotions in the heart.
|