હું શું કરું, હું શું કરું, કરવાનું છે જ્યાં જીવનમાં બધું તો મને, ત્યાં તું કહીશ ના હું શું કરું
છે જીવન તો તારું, છે વાત તો તારી, ત્યાં બીજું કોઈ નહીં કરે, તું કહીશ ના હું શું કરું
તારે ને તારે કરવાનું છે બધું ને બધું, તું કહીશ ના હું શું કરું
અલ્પવિરામ પાસે જાજે ના તું અટકી, પૂર્ણવિરામ સુધી પહોંચ્યા પહેલા, તું કહીશ ના હું …
જ્યાં ત્યાં પૂર્ણવિરામ લગાડી તું અટકી ના જાજે, અટકીને તું કહીશ ના હું શું કરું
કરવા ના કરવાની સત્તા છે જ્યાં તારા હાથમાં, જાણે છે જ્યાં તું એ ત્યાં કેમ કહે
મૂંઝવણમાં મૂંઝાઈને તો ક્યારેક આળસનું ઓસડ પીને, તું ના કહેતો હું શું કરું
શીખજે માર્ગ કાઢવાનું, રહેજે પ્રયત્નશીલ તો સદા, ના કહેજે તું હું શું કરું
સમજાય ના જો તને, સૂઝેના જો તને, શું કરવું, શું ના કરવું, તોય તું કરવાનું ભૂલતો ના, કે હું શું કરું
સોંપી દેજે બધું તું પ્રભુને, મટી જાશે એ ઝંઝટતારા જીવનની, કે હું શું કરું
કરવાનું છે જ્યાં હજી તારે ઘણુંઘણું રે બાકી, ત્યાં તું કહેતો ના હું શું કરું
- સંત શ્રી અલ્પા મા
huṁ śuṁ karuṁ, huṁ śuṁ karuṁ, karavānuṁ chē jyāṁ jīvanamāṁ badhuṁ tō manē, tyāṁ tuṁ kahīśa nā huṁ śuṁ karuṁ
chē jīvana tō tāruṁ, chē vāta tō tārī, tyāṁ bījuṁ kōī nahīṁ karē, tuṁ kahīśa nā huṁ śuṁ karuṁ
tārē nē tārē karavānuṁ chē badhuṁ nē badhuṁ, tuṁ kahīśa nā huṁ śuṁ karuṁ
alpavirāma pāsē jājē nā tuṁ aṭakī, pūrṇavirāma sudhī pahōṁcyā pahēlā, tuṁ kahīśa nā huṁ …
jyāṁ tyāṁ pūrṇavirāma lagāḍī tuṁ aṭakī nā jājē, aṭakīnē tuṁ kahīśa nā huṁ śuṁ karuṁ
karavā nā karavānī sattā chē jyāṁ tārā hāthamāṁ, jāṇē chē jyāṁ tuṁ ē tyāṁ kēma kahē
mūṁjhavaṇamāṁ mūṁjhāīnē tō kyārēka ālasanuṁ ōsaḍa pīnē, tuṁ nā kahētō huṁ śuṁ karuṁ
śīkhajē mārga kāḍhavānuṁ, rahējē prayatnaśīla tō sadā, nā kahējē tuṁ huṁ śuṁ karuṁ
samajāya nā jō tanē, sūjhēnā jō tanē, śuṁ karavuṁ, śuṁ nā karavuṁ, tōya tuṁ karavānuṁ bhūlatō nā, kē huṁ śuṁ karuṁ
sōṁpī dējē badhuṁ tuṁ prabhunē, maṭī jāśē ē jhaṁjhaṭatārā jīvananī, kē huṁ śuṁ karuṁ
karavānuṁ chē jyāṁ hajī tārē ghaṇuṁghaṇuṁ rē bākī, tyāṁ tuṁ kahētō nā huṁ śuṁ karuṁ
|