View Hymn (Bhajan)
Hymn No. 1103 | Date: 22-Dec-19941994-12-221994-12-22લડ્યો લડત જીવનમાં હું એવી કે, હારતો ને હારતો રહ્યોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ladyo-ladata-jivanamam-hum-evi-ke-harato-ne-harato-rahyoલડ્યો લડત જીવનમાં હું એવી કે, હારતો ને હારતો રહ્યો
લડતો રહ્યો જીવનભર પણ ના સમજી શક્યો, લડાઈ શા માટે લડતો રહ્યો
લડ્યો હું હારવા માટે કે, લડ્યો જીતવા માટે, લક્ષને ભૂલી ગયો
લડ્યો જેટલી વાર જીવનમાં, એમાં હાર ને હારનો સ્વીકાર હું કરતો રહ્યો
હાર્યો એટલી વાર જીવનમા કે, જીતની વાત પણ ભૂલી ગયો
આવી એવી પરિસ્થિતિ જીવનમાં રે, મારી લડત પહેલા હાર સ્વીકારતો થઈ ગયો
મથતોતો જે પરિસ્થિતિથી બહાર નિકળવા એમાં હું ફસાતો ને ફસાતો ગયો
લડવૈયો બનીને એલાને જંગમાં, હારના નારા ગુંજવતો થઈ ગયો
વિચારો ને કાર્યોથી અશક્ત ને અશક્ત હું થાતો રે ગયો
હતી શક્તિ જે મારામાં, ઉપયોગ એનો ના હું કરી શક્યો, હું હારતો ને હારતો
લડ્યો લડત જીવનમાં હું એવી કે, હારતો ને હારતો રહ્યો