View Hymn (Bhajan)
Hymn No. 225 | Date: 16-Jul-19931993-07-161993-07-16જાગી ગયા હૈયે ભાવો તો ક્યાંથી, ખબર એની તો ના પડીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jagi-gaya-haiye-bhavo-to-kyanthi-khabara-eni-to-na-padiજાગી ગયા હૈયે ભાવો તો ક્યાંથી, ખબર એની તો ના પડી,
પણ હૈયે ભાવો તો જાગી ગયા,
શાંતિ મારા હૈયાની તો પળમાં લઈ એ તો ભાગી ગયા
હૈયે જ્યાં મોહના ભાવો જાગી ગયા,
મને મારાથી દૂર એ તો કરી ગયા,
હૈયે મારા જ્યાં ભાવ જાગી ગયા,
કદી વેર જાગી ગયું તો કોઈ હિંસા કરાવી ગયું,
કરી હોય ભલે મનથી કે તનથી, પણ હિંસા તો થઈ ગઈ
કામ વાસના જાગી જ્યાં હૈયે મારા, મને નિરાશામાં મૂકી ગઈ,
હૈયે જ્યાં ભાવો જાગી ગયા
આવ્યું કદી પ્રેમનું પૂર, તણાઈ એમાં તો ગઈ
જીવનમાં ઉછાળાઓ આવતા રહ્યા,
પણ જીવનમાંથી મારી શાંતિ તો ભાગી ગઈ
જાગી ગયા હૈયે ભાવો તો ક્યાંથી, ખબર એની તો ના પડી