View Hymn (Bhajan)
Hymn No. 224 | Date: 16-Jul-19931993-07-161993-07-16પ્યાર વગર જીવન ના જીવાય, પ્રેમ વગર જીવન ના જીવાયSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=pyara-vagara-jivana-na-jivaya-prema-vagara-jivana-na-jivayaપ્યાર વગર જીવન ના જીવાય, પ્રેમ વગર જીવન ના જીવાય,
હોય ભલે સ્વાર્થ કે નિસ્વાર્થ છુપાયેલો
પણ પ્રેમ વગર જીવન ના જીવાય, પણ પ્યાર વગર જીવન ના જીવાય
સુઃખદુઃખ જીવનના તો સહેવાય, પણ પ્રેમ વગર જીવન તો ના જીવાય,
જીવવું હશે જીવન તો, જીવન પ્રેમમય બનાવવું પડશે,
ભલે હોય પોતનું કે પરાયું,જીવન પ્રેમ વિના ના જીવાય
છે સહારો તો પ્રેમ જીવનનો, પ્રેમ તો છે જીવન,
ના ટકે શરીર આત્મા વગર, તેમ ના જીવાય જીવન પ્રેમ વગર,
પ્રેમે બધું પમાય જીવનમાં,પ્રેમ વગરનું જીવન ના જીવાય આ જગમાં
પ્યાર વગર જીવન ના જીવાય, પ્રેમ વગર જીવન ના જીવાય