View Hymn (Bhajan)
Hymn No. 191 | Date: 21-May-19931993-05-211993-05-21જીવનમાં નાના ઝોકાથી હલી જઈએ, તોફાન કેમ કરીને સહીએSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jivanamam-nana-jokathi-hali-jaie-tophana-kema-karine-sahieજીવનમાં નાના ઝોકાથી હલી જઈએ, તોફાન કેમ કરીને સહીએ,
અમે તોફાનમાં કેમ કરી રહીએ,
સંજોગોને સમજ્યાં વગર, નિર્ણય બદલતા ને બદલતા રહીએ,
અમે સુખી કેમ કરીને થઈએ, જીવનમાં નાના …..
પળમાં લાગે સૌ પોતાના, પળમાં લાગે પરાયા,
સાથી ના કોઈને બનાવીએ, જીવનમાં નાના…..
પ્રિયતમ ને અમે યમ જાણીએ, ના કોઈને પ્રેમ અમે કરી શકીએ, જીવનમાં …..
સત્યનો અસ્વીકાર કરી, ભ્રમમાં ભટકતા ને ભટકતા જઈએ, જીવનમાં …..
જીવનમાં નાના ઝોકાથી હલી જઈએ, તોફાન કેમ કરીને સહીએ