View Hymn (Bhajan)
Hymn No. 192 | Date: 21-May-19931993-05-211993-05-21સહારા વગર નહીં ચાલે જીવનમાં, એકલા નહીં જીવાયSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=sahara-vagara-nahim-chale-jivanamam-ekala-nahim-jivayaસહારા વગર નહીં ચાલે જીવનમાં, એકલા નહીં જીવાય,
એક સાથીની તો જરૂર પડશે જીવનમાં, સહારા વગર ….
જેમ નહીં ચાલે શરીરને આહાર વિના, જીવનમાં નહીં ચાલે ….
પ્યાસ નહીં બૂઝે જેમ પાણી વગર, જીવનમાં નહીં જીવાય એક સાથી વગર…..
પ્રેમ, પ્યાર વગર હૈયું કઠણ બની જશે, સહારા વગર….
તું ત્યાં થોભી જઈશ, નહીં વધી શકે આગળ, જીવનમાં સહારા વગર,
ગોતજે મજબૂત એવો તો સહારો જીવનમાં,
બાંધજે ગાંઠ એવા સંબંધની એમાં એકરૂપ તું થઈ જાય,
પણ છૂટી એ તો ના જાય, ક્યાંક તૂટી એ તો ના જાય
ચાલતા ચાલતા થાકે જ્યારે તું, તારી થકાવટ દૂર કરી એ તો જાય,
પણ થાકી ના એ તો જાય
સહારા વગર નહીં ચાલે જીવનમાં, એકલા નહીં જીવાય