View Hymn (Bhajan)
Hymn No. 1305 | Date: 06-Jul-19951995-07-061995-07-06જોતા તારો ચહેરો પ્રભુ, ભટકતું મારું મન તો સ્થિર થઈ જાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=jota-taro-chahero-prabhu-bhatakatum-marum-mana-to-sthira-thai-jaya-chheજોતા તારો ચહેરો પ્રભુ, ભટકતું મારું મન તો સ્થિર થઈ જાય છે
ગમગીન દિલ મારું, ભૂલી દુઃખને મસ્તીમાં ખોવાઈ જાય છે
બેખુદીમાં ત્યારે પ્રભુ મુખેથી, વાહ વાહ નીકળી જાય છે
નથી હોતો ત્યાં કોઈ કહેનાર કે સાંભળનાર, તોય કાંઈ આપ લે થઈ જાય છે
થઈ શું આપલે એની ખબર, અન્યને શું પોતાને પણ ના થાય છે
ભૂલી હોશ મારા મધહોશ હું થઈ જાઉં છું, બધું ત્યાં હું ભૂલી જાઉં છું
વગર સાધનાએ ફળ જ્યાં આવા સુંદર મળી જાય છે
એ સુંદરતામાં સૂધબૂધ મારી ખોઈને મન મારું મસ્ત બને
મળી ગયું જીવનમાં બધું, સંતોષ એ ગહેરો અનુભવાય છે
વગર કિસ્તીએ મળી ગયો કિનારો, એવું ત્યારે થાય છે
જોતા તારો ચહેરો પ્રભુ, ભટકતું મારું મન તો સ્થિર થઈ જાય છે