જોયું મેં તારી આંખોમાં રે પ્રભુ, ત્યાં દર્શન મને મારા થઈ ગયા
જોવું હતું જે જે મને, એ નયન મારા જોઈ શકયા, જોયું …
ભટકતા મારા મનને રે દર્શન, પ્રભુ તારી આંખોમાં મને થઈ ગયા
ધડકતા એ હૈયાના રે દર્શન પ્રભુ તારી આંખોમાં મને થઈ ગયા
હતા અરમાન જે મારા વર્ષોથી, અરમાન એ મારા પૂરા થઈ ગયા
મળ્યો અરીસો એક એવો મને, જેમાં મારા દર્શન મને થઈ ગયા
એક નહીં, બે નહીં, ચમત્કાર તો અનેક ત્યાં થઈ ગયા
ખોવાયો જ્યાં તારી આંખોની ગહેરાઇમાં, અનમોલ રત્ન મને ત્યાં મળી ગયા
મળી નજર તારી જ્યાં મારી નજરથી, ઇકરાર ત્યાં દિલના થઈ ગયા
ભૂલી ચહેરાની ચમકને, જ્યાં ત્યાં દિલમાં પ્રવેશ થઈ ગયા
ના કરું યાદ હું તારી તોય, રાખે છે તું મારી કેટલી સંભાળ
પ્રભુ કહી દે જરા મને, એવો કેવો અનોખો છે તારો પ્યાર
કરું ચાહે કૃત્ય હું ભલે રે ખરાબ, તોય નથી કરતો તું ફરિયાદ
કહ્યા વગર મિટાવી દે, તું મારા દિલમાંથી રે ખરાબ ભાવ
નથી યોગ્યતા કોઈ મારી રે પ્રભુ, તોય તું સાંચવે મારા બધા વ્યવહાર
કહી દે રે પ્રભુ તું જરા મને, છે કેવી દયા તારી, તું છે કેવો દયાવાન
વગર બોલે ને વગર કહે, સમજાવે મને બધી રે વાત
રાખે સદા કાબૂમાં મને, ના જવા દે કાબૂથી ક્યારેય બહાર રે
કહી દે રે પ્રભુ એવી કેવી છે સૂઝ રે તારી, છે કેવો તું સમજદાર
મહાનતા છે તારી અનોખી, કરું શું તારી મહાનતાની વાત રે …
- સંત શ્રી અલ્પા મા
jōyuṁ mēṁ tārī āṁkhōmāṁ rē prabhu, tyāṁ darśana manē mārā thaī gayā
jōvuṁ hatuṁ jē jē manē, ē nayana mārā jōī śakayā, jōyuṁ …
bhaṭakatā mārā mananē rē darśana, prabhu tārī āṁkhōmāṁ manē thaī gayā
dhaḍakatā ē haiyānā rē darśana prabhu tārī āṁkhōmāṁ manē thaī gayā
hatā aramāna jē mārā varṣōthī, aramāna ē mārā pūrā thaī gayā
malyō arīsō ēka ēvō manē, jēmāṁ mārā darśana manē thaī gayā
ēka nahīṁ, bē nahīṁ, camatkāra tō anēka tyāṁ thaī gayā
khōvāyō jyāṁ tārī āṁkhōnī gahērāimāṁ, anamōla ratna manē tyāṁ malī gayā
malī najara tārī jyāṁ mārī najarathī, ikarāra tyāṁ dilanā thaī gayā
bhūlī cahērānī camakanē, jyāṁ tyāṁ dilamāṁ pravēśa thaī gayā
nā karuṁ yāda huṁ tārī tōya, rākhē chē tuṁ mārī kēṭalī saṁbhāla
prabhu kahī dē jarā manē, ēvō kēvō anōkhō chē tārō pyāra
karuṁ cāhē kr̥tya huṁ bhalē rē kharāba, tōya nathī karatō tuṁ phariyāda
kahyā vagara miṭāvī dē, tuṁ mārā dilamāṁthī rē kharāba bhāva
nathī yōgyatā kōī mārī rē prabhu, tōya tuṁ sāṁcavē mārā badhā vyavahāra
kahī dē rē prabhu tuṁ jarā manē, chē kēvī dayā tārī, tuṁ chē kēvō dayāvāna
vagara bōlē nē vagara kahē, samajāvē manē badhī rē vāta
rākhē sadā kābūmāṁ manē, nā javā dē kābūthī kyārēya bahāra rē
kahī dē rē prabhu ēvī kēvī chē sūjha rē tārī, chē kēvō tuṁ samajadāra
mahānatā chē tārī anōkhī, karuṁ śuṁ tārī mahānatānī vāta rē …
Explanation in English
|
|
When I saw in your eyes Oh God, I got a glimpse of myself.
Whatever I wanted to see, my eyes could see all that.
I Got a glimpse of my wandering mind in your eyes, Oh God.
Got a glimpse of the longing heart in your eyes, Oh God.
The desire that I had since many years, that desire was fulfilled.
I got such a mirror that I got a glimpse of myself in it.
Not one, not two but several miracles took place.
When I got immersed in the depth of your eyes, I got priceless jewels in them.
When our eyes met, the heart confessed love for each other.
Forgetting the shine of the face, the sight entered into the heart.
Even if I don’t try to remember you, still you take care of me so much.
God tell me, how can your love be so unique.
Even if I do wrong actions, still you do not complain.
Even without saying, you abolish the bad emotions from my heart.
I am not capable of anything oh God, still you take care of all my daily chores.
God tell me, how much you take care, you are so compassionate.
Without saying or speaking, you explain to me all the things.
You always keep me in control, you never let me become unbalanced.
Tell me oh God, how your intellect is so unique, how intelligent you are.
You are remarkably magnificent, how can I even talk about your greatness.
|