View Hymn (Bhajan)
Hymn No. 4826 | Date: 24-May-20192019-05-242019-05-24કદમ કદમમાં મારા પ્રભુ, તારી સ્થિરતા ભરોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kadama-kadamamam-mara-prabhu-tari-sthirata-bharoકદમ કદમમાં મારા પ્રભુ, તારી સ્થિરતા ભરો
ડગમગતા મનમાં પ્રભુ, તારી મક્કમતા ભરો
શ્વાસેશ્વાસમાં અમારા, તમારા વિશ્વાસ ભરો
ચંચળ ચિત્તને પ્રભુ, તમારામાં તો સ્થિર કરો
માયાનાં સઘળાં આવરણ પ્રભુ, તમે તો હરો
તમારા પ્યારથી તો પ્રભુ, દિલ અમારું ભરો
પામવું છે પ્રભુ તમને, અમને એક લક્ષ્ય કરો
છીએ સંતાન અમે તમારા, અમને પ્રાણવંતા કરો
ના ધરીએ કોઈ પડવા, જીવનમાં સાચા સર્મપણના ભાવ જગાડો
પ્રભુ તમારી સમજથી, સમજ અમારી ભરો ...
કદમ કદમમાં મારા પ્રભુ, તારી સ્થિરતા ભરો