View Hymn (Bhajan)
Hymn No. 4845 | Date: 23-Aug-20192019-08-232019-08-23કણ કણમાં વસનારા વિશ્વવિધાતા, વિશ્વાસનું દાન કરોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kana-kanamam-vasanara-vishvavidhata-vishvasanum-dana-karoકણ કણમાં વસનારા વિશ્વવિધાતા, વિશ્વાસનું દાન કરો
અંતરને તમે પૂર્ણ વિશ્વાસથી ભરો, પૂર્ણ વિશ્વાસથી ભરો
વિશ્વાસમાં રમનારા, વિશ્વાસમાં શ્વાસ પૂરો, કણ કણ
પળ પ્રતિ પળનો વ્યવહાર સાંભળનારા, વિશ્વાસના શ્વાસ પૂરો
હરએક જીવની રાખો છો પૂર્ણ સંભાળ, બસ એની એને જાણ કરો
અંતરમાં વસનારા, અંતરમાં રહેનારા, અંતરના અંતર હરો
હરએક જીવને મંઝિલ દેનારા, સઘળા તાપ ને કષ્ટ હરો
સમજમાં તમારી સમજ જગાડનારા, સમ કરી ખુદમાં સમાવનારા
હે ઈશ્વરા, હે વિશ્વવિધાતા, તમારામાં અમને સંપૂર્ણ સમાવનારા
કણ કણમાં વસનારા વિશ્વવિધાતા, વિશ્વાસનું દાન કરો