View Hymn (Bhajan)
Hymn No. 4846 | Date: 06-Sep-20192019-09-062019-09-06તારા કહેવાથી શું થાશે, તારો પરિચય તને તો મળી જાશેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=tara-kahevathi-shum-thashe-taro-parichaya-tane-to-mali-jasheતારા કહેવાથી શું થાશે, તારો પરિચય તને તો મળી જાશે
હૈયામાં ને મનમાં શાંતિ નથી, પ્રભુ સાથે તારો સંપર્ક થયો નથી
ભલેને કરે તું સારી સારી વાતો, વાતો એ તારી તને શાંતિ આપી શકતી નથી
તારા ચહેરાના નૂર બયાં કરે છે, ભૂલભર્યાં વર્તન હજી સુધર્યાં નથી
તારો જ વ્યવહાર તને એ સાબિતી આપશે, હજી હૈયામાં મોકળાશ નથી
સમજી બેઠા હતા જેને પ્રભુના સંદેશા, હકીકતમાં એ ભ્રમણા વગર કાંઈ નથી
મધ્યમાં જ્યાં રહ્યો તું ખુદ ને ખુદ જ, ત્યાં પ્રભુ નજદીક આવી શક્યા નથી
પોતાને સારો કહેવાથી સારા તો બનાતું નથી, એ તો સમજ બહાર નથી
પોતાના પડછાયા પૂરે પોતાની સાક્ષી, વાત આ કાંઈ નવી તો નથી
જોડાય જ્યાં તાર સંગ એની, એનું અંતર સાક્ષી પૂર્યા વિના રહેતું નથી
તારા કહેવાથી શું થાશે, તારો પરિચય તને તો મળી જાશે