View Hymn (Bhajan)
Hymn No. 1743 | Date: 15-Sep-19961996-09-151996-09-15કરે છે કર્મ સહુ કોઈ એવાં કે અંતે એમને રડવું પડે છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kare-chhe-karma-sahu-koi-evam-ke-ante-emane-radavum-pade-chheકરે છે કર્મ સહુ કોઈ એવાં કે અંતે એમને રડવું પડે છે
પણ મારો વાલો મારો પ્રભુ કોઈને રડાવતો નથી
ફૂલ કરતાં નાજુક હૈયું છે એનું, એ કોઈને દુઃખ આપતો નથી
જાણજો જીવનમાં એટલું કે, પ્રભુનું હૈયું કઠોર નથી
કર્મ કરવાનાં છે આપણે હાથ, પ્રભુ એમાં કોઈને ટોકતો નથી
કરીને કર્મ એવાં કે બાંધીએ પ્રભુના હાથ, એમાં દોષ પ્રભુનો નથી
એ તો સદા સમજાવતો રહ્યો છે, ના સમજીએ આપણે એમાં એનો વાક નથી
જોઈ ના શકે જે દુઃખી કોઈને, એ કદી કોઈને દુઃખ આપતો નથી
હાથે કરી થઈએ દુઃખી પછી, પ્રભુને ફરિયાદ કરવાનો ફાયદો નથી
પ્રભુ તો મારો આપે છે આનંદ ને મસ્તી સહુને, એના વિના એ પોતાની પાસે કાંઈ રાખતો નથી
કરે છે કર્મ સહુ કોઈ એવાં કે અંતે એમને રડવું પડે છે