ખીલતા ચમન તો ગમે છે, સહુને ખીલતા ચમન જ્યાં આવે નજર સામે, ત્યાં માળીને કોણ પૂછે છે
બહારમાં લહેરાતાં ફૂલોને જોઈને ખુશ થાય છે બધા, માળીની મહેનતને કોણ જાણે છે
આવે છે નજરમાં એ જે છે નજરની સામે, બાકી તો નજરમાં બધું તો ક્યાં આવે છે
બહુ કમ હશે એવાં કે બહારની મઝા લીધા પહેલાં, એના માલિકનો આભાર માને છે
ખીલતા બાગ જોઈને ખીલવનારને, યાદ કર્યા વિના, ના એ તો રહે છે
આમ તો કમી નથી કાંઈ કૂદરતમાં, તોય કુદરતની લીલાને કોણ જાણે છે
પૂછે છે બધા ફૂલને, ચાહે છે બધા ફૂલને, માળીને તો કોણ પૂછે છે
જોવાનું મન થાય છે વારેઘડીએ ખીલતાં ફૂલોને, માળીને મળવાની કોને ફુરસદ છે
બસ અહીંયા જ સફર અમારી અટકી જાય છે, નહીં તો મંઝિલ ક્યાં વધારે દૂર છે
રહ્યા રચ્યાપચ્યા અમે અકર્ષણોમાં સદા, ડોર હજી એ ક્યાં છોડી છે
- સંત શ્રી અલ્પા મા
khīlatā camana tō gamē chē, sahunē khīlatā camana jyāṁ āvē najara sāmē, tyāṁ mālīnē kōṇa pūchē chē
bahāramāṁ lahērātāṁ phūlōnē jōīnē khuśa thāya chē badhā, mālīnī mahēnatanē kōṇa jāṇē chē
āvē chē najaramāṁ ē jē chē najaranī sāmē, bākī tō najaramāṁ badhuṁ tō kyāṁ āvē chē
bahu kama haśē ēvāṁ kē bahāranī majhā līdhā pahēlāṁ, ēnā mālikanō ābhāra mānē chē
khīlatā bāga jōīnē khīlavanāranē, yāda karyā vinā, nā ē tō rahē chē
āma tō kamī nathī kāṁī kūdaratamāṁ, tōya kudaratanī līlānē kōṇa jāṇē chē
pūchē chē badhā phūlanē, cāhē chē badhā phūlanē, mālīnē tō kōṇa pūchē chē
jōvānuṁ mana thāya chē vārēghaḍīē khīlatāṁ phūlōnē, mālīnē malavānī kōnē phurasada chē
basa ahīṁyā ja saphara amārī aṭakī jāya chē, nahīṁ tō maṁjhila kyāṁ vadhārē dūra chē
rahyā racyāpacyā amē akarṣaṇōmāṁ sadā, ḍōra hajī ē kyāṁ chōḍī chē
Explanation in English
|
|
Everyone likes a blossoming garden when it comes in front of the eyes, but who thinks of the gardener.
Everyone gets happy seeing the swaying flowers, who thinks about the hard work put in by the gardener.
Only that comes in the vision which is in front of the eyes, everything does not come in the vision.
There will be very few who would thank the Lord before enjoying the external beauty.
They will remember the Gardener when they will see a blooming garden.
There is no deficit in nature, yet no one knows the divine play of nature.
Everyone appreciates the flower, everyone likes the flower, but who appreciates the gardener.
One likes to see every now and then a blooming flower, who has the time to meet the gardener.
This is where the journey halts, otherwise the goal is not far away.
Everyone remains immersed in attractions all the time, they have not left those strings as yet.
|