મળતી જાય જેમજેમ ગરમી, તેમતેમ લોખંડ નરમ બનતું જાય
ઘાટ ઘડવા હોય જેવા, એવા આકાર સરળતાથી આપી શકાય
હોય ગરમી તો જ આ થાય, નહીં તો લોખંડને પિગાળી ના શકાય
છે મારા મનની બી આવી રે હાલત, તોય મને ના સમજાય
મળે પ્રભુ તારા પ્યારની ગરમી, તો ધીરે ધીરે સાચી રાહ પર આવતો જાય
નહીં તો એને વાળ્યો ના વળાય, પિગાળ્યો ના પિગાળાય
તારા પ્યારની ગરમીથી પીગળે એ એવો, કે આકાર એનો બદલાઈ જાય
પણ થાય ઠંડો જ્યાં એ પાછો, એવો ને એવો થઈ જાય
છે મુસીબત બસ એક આ જ કે ચાહું, સુધરવા પર મજબૂર કરી જાય
તારા પ્યારની ગરમી પ્રભુ, એને સુધારવા પર મજબૂર કરી જાય
પળ બે પળની એ ગરમી શું કરું પ્રભુ, એનાથી એને પિગાળી ના શકાય
પિગળી જાય મારું મન પ્રભુ, ઓગળી જાય એ તારામાં, ધૂણી હવે એવી ધખાવ
- સંત શ્રી અલ્પા મા
malatī jāya jēmajēma garamī, tēmatēma lōkhaṁḍa narama banatuṁ jāya
ghāṭa ghaḍavā hōya jēvā, ēvā ākāra saralatāthī āpī śakāya
hōya garamī tō ja ā thāya, nahīṁ tō lōkhaṁḍanē pigālī nā śakāya
chē mārā mananī bī āvī rē hālata, tōya manē nā samajāya
malē prabhu tārā pyāranī garamī, tō dhīrē dhīrē sācī rāha para āvatō jāya
nahīṁ tō ēnē vālyō nā valāya, pigālyō nā pigālāya
tārā pyāranī garamīthī pīgalē ē ēvō, kē ākāra ēnō badalāī jāya
paṇa thāya ṭhaṁḍō jyāṁ ē pāchō, ēvō nē ēvō thaī jāya
chē musībata basa ēka ā ja kē cāhuṁ, sudharavā para majabūra karī jāya
tārā pyāranī garamī prabhu, ēnē sudhāravā para majabūra karī jāya
pala bē palanī ē garamī śuṁ karuṁ prabhu, ēnāthī ēnē pigālī nā śakāya
pigalī jāya māruṁ mana prabhu, ōgalī jāya ē tārāmāṁ, dhūṇī havē ēvī dhakhāva
Explanation in English
|
|
As the iron keeps on getting heat, it becomes softer.
Then the different forms and shapes can be easily given to it.
If there is heat, then only it is possible to melt the iron, otherwise it is not possible.
My mind is also in a similar state, still I do not understand.
If it gets the heat of your love Oh God, then slowly and steadily it will come on the right track.
Otherwise it is not possible to mould it or to melt it.
By the heat of your love it melts in such a way, that it changes its shape.
But when it becomes cold again, it becomes as it was.
This is one problem, that even if I try to improve, it makes me helpless.
It is only with the heat of your love Oh God, that it becomes obliged to improve.
What to do of this momentary heat Oh God, it is not possible to melt it with that.
Burn the fire in such a way Oh God, that my mind melts and merges within you.
|