View Hymn (Bhajan)
Hymn No. 4536 | Date: 23-Jul-20162016-07-232016-07-23ખોટા દેખાડા ને ખોટા વ્યવહાર તારા, હવે બંધ કર, હવે બંધ કરSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=khota-dekhada-ne-khota-vyavahara-tara-have-bandha-kara-have-bandha-karaખોટા દેખાડા ને ખોટા વ્યવહાર તારા, હવે બંધ કર, હવે બંધ કર
પોકાર સાચા દિલથી જગતના નાથને, કાર્ય તારાં અટકશે નહીં
ખોવાયેલા રહેશે સાથી-સંગાથી ને ખોટા વ્યવહારની વાતોમાં
ખાવા પડશે અનેક ધોખા જીવનમાં, ને હાથમાં કાંઈ આવશે નહીં
લાગવગ ને ઓળખાણથી થાશે તારી બે મુસીબતો દૂર, આર આવ્યા વિના રહેશે નહીં
ખોટા દેખાવામાં રહેશે તું પડ્યો, અંતરની શાંતિ તને મળશે નહીં
ભૂલીને સાચી રાહ જીવનમાં, ચડશે તું ખોટા રવાડે, હાંસિલ એમાં કાંઈ થાશે નહીં
જાણે છે ને સમજે છે જે બધું, પાસે એની પહોંચ્યા વિના શાંતિ સાચી મળશે નહીં
ક્ષણ-બે ક્ષણની પાછળ પાગલ બનીને ફરવાવાળા, જીવન વ્યતીત થાતાં વાર લાગશે નહીં
સાચી લાગવગ ને ઓળખાણ વગર, નાવ કિનારે આવશે નહીં
સત્ય જાણીને એને અનુરૂપ બનવું પડશે, એની ખાલી ખોટી વાતોથી કાંઈ થાશે નહીં
ખોટા દેખાડા ને ખોટા વ્યવહાર તારા, હવે બંધ કર, હવે બંધ કર