View Hymn (Bhajan)
Hymn No. 4535 | Date: 23-Jul-20162016-07-232016-07-23હરએક રડતી આંખનાં આંસુ લૂછવાથી, કાંઈ દયાસાગર બનાતું નથીSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=haraeka-radati-ankhanam-ansu-luchhavathi-kami-dayasagara-banatum-nathiહરએક રડતી આંખનાં આંસુ લૂછવાથી, કાંઈ દયાસાગર બનાતું નથી
મગરમચ્છની આંખે વહે અશ્રુધારા, કેમ લૂછવા કોઈ જાતું નથી
સાચું જાણ્યા વગર, સાચું સમજ્યા વગર, હિત કોઈનું થાતું નથી
સમજવી પડશે પોતાની જાતને, જાણવી પડશે પોતાની જાતને
તો સાચું સમજાયા વગર રહેશે નહીં, પડદો કોઈ રહેશે નહીં
નિજ સ્વરૂપમાં સ્થિર થાતાં, બધું સમજાઈ રે જાશે, બધું પરખાઈ જાશે
પામતા તારું સાંનિધ્ય જ જાગે, જો કોઈમાં સાચી સમજ
એનાથી મોટી દયા, બીજી કોઈ હોઈ શકે નહીં
દયાનો મતલબ એ નથી, કે કોઈને પરાવલંબી કરો
સાચી દયા સ્વાવલંબન જગાડ્યા વિના રહેતી નથી
યાદેયાદમાં જ્યાં પ્રભુ સમાઈ જાશે, વહેશે ધારા એની જ્યાં
ત્યાં દયાસાગર તું આપોઆપ બની રે જાશે
હરએક રડતી આંખનાં આંસુ લૂછવાથી, કાંઈ દયાસાગર બનાતું નથી