View Hymn (Bhajan)
Hymn No. 255 | Date: 27-Jul-19931993-07-271993-07-27કોઈ આવતો જાય, કોઈ જોતો જાય, તો કોઈ મેદાન છોડી ચાલ્યો જાયSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=koi-avato-jaya-koi-joto-jaya-to-koi-medana-chhodi-chalyo-jayaકોઈ આવતો જાય, કોઈ જોતો જાય, તો કોઈ મેદાન છોડી ચાલ્યો જાય,
પણ ખેલ તો ખેલાતો જાય, જગતની રમત તો રમાતી જાય,
એક પછી એક નવા ખેલાડી તો આવતા જાય, જગતની રમત તો રમાતી જાય,
આવે છે કોઈ તો, કોઈ ચાલ્યો જાય છે ફરક એમાં તો ના કાંઈ પડી, જાય …..
નથી ગણતરી એની તો કોઈ પાસે, આવે છે કેટલાને કેટલા ચાલ્યા જાય છે
મૂકી અધૂરી રમત રમનાર તો ચાલ્યો જાય છે,
શરૂઆત કરી જેની પૂરી, ના એ તો કરી શકે છે ….
કર્યા કોઈએ દાવા ખોટા, પણ ના એના વાદા સાચા પડી શકે છે,
ભરેલા એ મેદાન તો વેરાન બની જાય જગની રમત તો ચાલી જાય છે,
મૂકી અધૂરી બાજી સૌ કોઈ તો દાઝી જાય છે,
જગતની રમત તો ચાલતી ને ચાલતી જાય છે.
કોઈ આવતો જાય, કોઈ જોતો જાય, તો કોઈ મેદાન છોડી ચાલ્યો જાય