View Hymn (Bhajan)
Hymn No. 254 | Date: 25-Jul-19931993-07-251993-07-25પ્યાસ હોય જે પાણીની, એ પાણીથી જો નફરત થઈ જાયSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=pyasa-hoya-je-panini-e-panithi-jo-napharata-thai-jayaપ્યાસ હોય જે પાણીની, એ પાણીથી જો નફરત થઈ જાય,
પછી એવું જીવન કેમ કરી જીવાય,
કરવું હોય જે કાર્ય, અણગમો એનો થઈ જાય,
તો કાર્ય કેમ કરી પૂરું તો થાય
પહોંચવું હોય મંજિલ પર જ્યાં, અધવચ્ચે જ્યાં થાકી જવાય,
તો મંજિલ કેમ કરીને મળે
પ્રકાશમાં ચાલતા ચાલતા, અચાનક અંધકાર છવાઈ જાય,
તો જીવનમાં સરળ રીતે કેમ કરી ચલાય,
તેલ વગરનો દીપક પ્રગટાવીએ જીવનમાં,
પણ પ્રકાશ કેમ કરીને એ તો આપી જાય
પ્યાસ હોય જે પાણીની, એ પાણીથી જો નફરત થઈ જાય