View Hymn (Bhajan)
Hymn No. 1909 | Date: 23-Dec-19961996-12-231996-12-23કોઈ નાચે તાલમાં કોઈ બેતાલ, પણ બધા નાચતા ને નાચતા રહ્યા છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=koi-nache-talamam-koi-betala-pana-badha-nachata-ne-nachata-rahya-chheકોઈ નાચે તાલમાં કોઈ બેતાલ, પણ બધા નાચતા ને નાચતા રહ્યા છે
નથી દેખાતી કર્મની દોર તોય, સહુ કોઈ એનાથી તો બંધાતા રહ્યા છે
કોઈ માને કે ના માને કોઈ વાતને, એનાથી કાંઈ નિયમ ના બદલાયા છે
સત્ય તો સદા એનું એ જ રહ્યું છે, એને પામનારા સદા બદલાયા છે
મુક્ત રહેવા ચાહે સહુ કોઈ જગમાં, તોય ભાવોનાં બંધન બધાં બંધાયાં છે
હશે કદાચ બસમાં બધું પણ, ખુદના ભાવો આગળ જ બેબસ રહ્યા છે
છે આ કુદરતની લીલા અનોખી, જે નરી આંખે ના નીરખાય છે
અનુભવે છે સહુકોઈ આ તો, તોય સમજનાર તો બહુ ઓછા રહ્યા છે
કર્મ ચક્રને સહુ કોઈ સીધું ફરાવવાને બદલે ઊલટું ફરાવી રહ્યા છે
જગાવીજગાવી નવીનવી ઇચ્છાઓ, પોતાના કાબૂ બધા ખોયા છે
કોઈ નાચે તાલમાં કોઈ બેતાલ, પણ બધા નાચતા ને નાચતા રહ્યા છે