View Hymn (Bhajan)
Hymn No. 1910 | Date: 23-Dec-19961996-12-231996-12-23બદલાતા ભાવો ને બદલાતા વિચારો સાથે બધું બદલાઈ જાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=badalata-bhavo-ne-badalata-vicharo-sathe-badhum-badalai-jaya-chheબદલાતા ભાવો ને બદલાતા વિચારો સાથે બધું બદલાઈ જાય છે
એકની એક જ વસ્તુને જોવાનો ને પારખવાનો અંદાજો બદલાઈ જાય છે
રહ્યા છે ભાવો ને વિચારો સતત બદલાતા ને સતત બદલાવાના છે
ખબર નથી ક્યારે જાગશે ને કેવા જાગશે ભાવો દિલમાં ના એ કહેવાય છે
ખુદના જગાવેલા ભાવો ક્યારે ખુશી તો ક્યારે દુઃખ આપી જાય છે
કાઢવો દોષ એમાં કેમ કરીને ભાગ્યનો એ ના સમજાય છે
ક્યારેક દવા તો ક્યારેક દર્દ એ તો આપતા ને આપતા જાય છે
માયાના આકર્ષણથી આકર્ષાઈ વિકારાના રંગથી એ રંગાતા જાય છે
ખુદા તારી ખુદાઈથી અંજાઈને તારી પાસે એ તો આવી જાય છે
મને હરવક્ત એ તો નવાનવા પ્રદેશોની સફર કરાવતા જાય છે
બદલાતા ભાવો ને બદલાતા વિચારો સાથે બધું બદલાઈ જાય છે