View Hymn (Bhajan)
Hymn No. 3266 | Date: 26-Feb-19991999-02-261999-02-26કોરી પાટી કર્યા વગર જીવનમાં, પ્રભુના એકડા ઘૂંટવા નિકળ્યાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kori-pati-karya-vagara-jivanamam-prabhuna-ekada-ghuntava-nikalyaકોરી પાટી કર્યા વગર જીવનમાં, પ્રભુના એકડા ઘૂંટવા નિકળ્યા
જીવનમાં તે ના એ ઘૂંટાશે
ઘૂંટેલા પર ના ઘૂંટાય કાંઈ, અગર ઘૂંટાશે તો ના એ દેખાશે
કાગડો ચાલે અગર હંસની ચાલ, તો ના એ હંસ કહેવાશે
વિકારો ને વાસના રૂપી એકડા હશે તમારી પાટી પર, ત્યાં ના નવા આંકડા લખાશે
લખવું હશે કાંઈ નવું તો જૂનું, ભૂંસાયા વગર ના એ લખાશે
કરશો કોશિશ ચાહે કેટલીબી જીવનમાં, પણ વણાંક ના પામશે
થાશે એ તો ત્યારે જ્યારે, તમારી પાટી પ્રભુને સોંપાશે
પ્રભુની બાજુમાં સીધી લીટી થઈને, ઊભા જ્યારે તમારાથી રહેવાશે
પ્રભુ તમારા જીવનમાં નવો વળાંક આપીને રહેશે
કોરી પાટી કર્યા વગર જીવનમાં, પ્રભુના એકડા ઘૂંટવા નિકળ્યા