View Hymn (Bhajan)
Hymn No. 3265 | Date: 26-Feb-19991999-02-261999-02-26મેળવવાની તૈયારી સાથે બેસે છે, એને ધ્યાન આનંદ આપી જાય છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=melavavani-taiyari-sathe-bese-chhe-ene-dhyana-ananda-api-jaya-chheમેળવવાની તૈયારી સાથે બેસે છે, એને ધ્યાન આનંદ આપી જાય છે
સંજોગોથી પરેશાન થઈને બેસે, જે એને ધ્યાન સતાવી જાય છે
ધ્યનનો આધાર છે તારી મનોદશા પર, મનોદશા પ્રમાણે ફળ એ આપી જાય છે
ધરીએ ધ્યાન જો પરેશાનીનું, જીવનમાં તો પરેશાની વધતી જાય છે
ધરીએ ધ્યાન જેનું જીવનમાં, જીવનમાં એનું પ્રાગટય તો થાય છે
ધરીએ ધ્યાન જો અહંનુ, અહંકારનું તો ડબલ થઈ એ સામે આવી જાય છે
જેવું ધરીએ ધ્યાન એવા, ફળ પ્રાપ્તિ તો અવશ્ય થાય છે
હૈયે ભક્તિ ભાવ જગાવી ધરીએ ધ્યાન, જો પ્રભુનું તો શાંતિ આપી જાય છે
હૈયામાં પરમ તેજ ને પરમ જ્યોત, એ પ્રગટાવી જાય છે
તારી પૂર્વ તૈયારી પર આધારિત છે ધ્યાનની પ્રક્રિયા, એ પ્રમાણે ફળ એ આપી જાય છે
મેળવવાની તૈયારી સાથે બેસે છે, એને ધ્યાન આનંદ આપી જાય છે