View Hymn (Bhajan)
Hymn No. 1637 | Date: 29-Jul-19961996-07-291996-07-29કૃપાથી જે મેળવ્યું હતું, ભાગ્યથી જે મેળવ્યું હતું, એને તું ટકાવી ના શક્યોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kripathi-je-melavyum-hatum-bhagyathi-je-melavyum-hatum-ene-tum-takaviકૃપાથી જે મેળવ્યું હતું, ભાગ્યથી જે મેળવ્યું હતું, એને તું ટકાવી ના શક્યો
મળ્યું હતું જીવનમાં બધું તો તને, પણ એને તું વધારે સાચવી ના શક્યો
વેડફતો રહ્યો બધું તું જેમતેમ હતું પાસે જે, એની કદર કરી ના શક્યો
કર્યાં વર્તન એવાં તેં કે મેળવવું બધું, આખરે તું ગુમાવતો ને ગુમાવતો રહ્યો
મળ્યો હતો તને પ્રેમ સહુનો, પણ તું પ્રેમનો પાત્ર બની ના શક્યો
ના ઝીલી શક્યો પ્યાર ને પ્રેમ કોઈનો તું પ્રેમવિહોણો તો રહ્યો
જોઈતું હતું તને જે જીવનમાં, એના કાજે યોગ્યતા ને પાત્રતા કેળવી ના શક્યો
મળ્યું હતું જે જીવનમાં, ગુમાવી દીધું, એને એમાં વધારો કરી ના શક્યો
ખોટા અભિમાન ને અહંકારના નશામાં, બરબાદીથી તું બચી ના શક્યો
રહી ગયો એકલોઅટૂલો, સંગ ને સાથ તારા કોઈ ના રહી શક્યો
કૃપાથી જે મેળવ્યું હતું, ભાગ્યથી જે મેળવ્યું હતું, એને તું ટકાવી ના શક્યો