View Hymn (Bhajan)
Hymn No. 1640 | Date: 29-Jul-19961996-07-291996-07-29ચારે દિશામાંથી ગુંજી રહ્યો છે, એક જ અવાજ ને એક જ ધૂનSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=chare-dishamanthi-gunji-rahyo-chhe-eka-ja-avaja-ne-eka-ja-dhunaચારે દિશામાંથી ગુંજી રહ્યો છે, એક જ અવાજ ને એક જ ધૂન
વાલું લાગે છે મને પ્રભુ તારું નામ, મીઠું લાગે છે મને પ્રભુ તારું નામ
આવી રહ્યો છે ચારે દિશામાંથી, બસ એક જ પૈગામ
હું છું પ્રભુ તારો ને તું છે પ્રભુ મારો પ્યારો રે શ્યામ
છે ઠેકાણું મારું રે તું, પહોંચવું છે પ્રભુ મને તારા રે ધામ
મળશે મંઝિલ મારી મને, તો જરૂર મળશે મને, મારો વાલો રે શ્યામ
જોયા જમાનાના રંગ પ્રભુ, છે રંગ એ તો કાચા રે તમામ
છે દૂરી ને નજદીકી આપણી વચ્ચે કેટલી, જાણતો નથી છું એ વાતથી અજાણ
કરું છું પ્રભુ વંદન તને સદા, સ્વીકારજે તું મારી રે સલામ
લેવું છે પ્રભુ તારું નામ પૂરા પ્રેમ ને ભાવથી, પામવું છે તારા હૈયામાં રે સ્થાન
ચારે દિશામાંથી ગુંજી રહ્યો છે, એક જ અવાજ ને એક જ ધૂન