View Hymn (Bhajan)
Hymn No. 1219 | Date: 06-Apr-19951995-04-061995-04-06ક્ષણ એકની વાત છે, ક્ષણ એકમાં પ્રભુ તું બધું કરી શકે છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kshana-ekani-vata-chhe-kshana-ekamam-prabhu-tum-badhum-kari-shake-chheક્ષણ એકની વાત છે, ક્ષણ એકમાં પ્રભુ તું બધું કરી શકે છે
ક્ષણ એકમાં હું પણ બધું કરી શકું છું, ક્ષણ એકમાં
ક્ષણ એકમાં બગડેલી બાજીને તું સુધારી શકે છે
ક્ષણ એકમાં સુધારેલી બાજીને હું બગાડી શકું છું
ક્ષણ એકમાં તું મને, હારમાંથી જીત સુધી પહોંચાડી દે છે
ક્ષણ એકમાં હું જિતમાંથી હાર સુધી પહોંચી જાઉં છું
છે તાકાતવર પ્રભુ તું પણ, છું તાકાતવર હું પણ રે પ્રભુ
ક્ષણ એકમાં તું, આશાના મિનારાની ટોચ પર પહોંચાડી દે છે
ક્ષણ એકમાં હું, નિરાશાના તળિયે આળોટી જાઉં છું
ક્ષણ ક્ષણની રમતમાંથી, તું મને બચાવતો રહ્યો છે
ક્ષણ ક્ષણની રમતમાં હું સદા ફસાતો રહ્યો છું
ક્ષણ એકની વાત છે, ક્ષણ એકમાં પ્રભુ તું બધું કરી શકે છે