મોડું ના થઈ જાય, એમાં મોડું ના થઈ જાય
પડવા ને ઊઠવામાં જ ક્યાંય, જીવન ના વીતી જાય
વાત છે જે અધૂરી એ અધૂરી ને અધૂરી ના રહી જાય
છે આશ જે મોટી, નિરાશાથી ના એ તો ઘેરાઈ જાય
પહોંચવુ છે પ્રભુ તારા ધામે, જોજે મોડું ના થઈ જાય
રાહમાં ને રાહમાં, સમય મારો પૂરો ના થઈ જાય
મનાવવા ને રિસાવવામાં પ્રભુ, જોજે સમય મારો ના વીતી જાય
જીતતા જીતતા જીવનમાં, જોજે સૂર્યાસ્ત ના થઈ જાય
ઊઠવા ને સંભલવામાં, જોજે મારાથી ક્યાંય પડી ના જવાય
પહોંચતા દર પર તારા, જોજે મને મોડું ના થઈ જાય
થઈ ગયું છે એક તો મોડું, જોજે મોડોમાં મોડું વધારે ના થાય
- સંત શ્રી અલ્પા મા
mōḍuṁ nā thaī jāya, ēmāṁ mōḍuṁ nā thaī jāya
paḍavā nē ūṭhavāmāṁ ja kyāṁya, jīvana nā vītī jāya
vāta chē jē adhūrī ē adhūrī nē adhūrī nā rahī jāya
chē āśa jē mōṭī, nirāśāthī nā ē tō ghērāī jāya
pahōṁcavu chē prabhu tārā dhāmē, jōjē mōḍuṁ nā thaī jāya
rāhamāṁ nē rāhamāṁ, samaya mārō pūrō nā thaī jāya
manāvavā nē risāvavāmāṁ prabhu, jōjē samaya mārō nā vītī jāya
jītatā jītatā jīvanamāṁ, jōjē sūryāsta nā thaī jāya
ūṭhavā nē saṁbhalavāmāṁ, jōjē mārāthī kyāṁya paḍī nā javāya
pahōṁcatā dara para tārā, jōjē manē mōḍuṁ nā thaī jāya
thaī gayuṁ chē ēka tō mōḍuṁ, jōjē mōḍōmāṁ mōḍuṁ vadhārē nā thāya
Explanation in English
|
|
It should not become late, it should not become late
In falling down and getting up only, life should not pass away
The work that is incomplete should not remain incomplete and incomplete
The hopes that are big should not be clouded by disappointment
Want to reach oh lord at your home, just make sure that it does not become late
While walking on the way, just make sure that my time is not up
In cajoling and sulking oh God, just make sure that my time does not pass away
While I am winning and winning in life, make sure sunset does not occur
While getting up and becoming stable, make sure that I do not fall down
While reaching at your doors, just make sure that I do not get late
It is already late, just make sure that it does not become later than late.
|