View Hymn (Bhajan)
Hymn No. 10 | Date: 20-Aug-19921992-08-201992-08-20ક્યારે વરસાવીસ તારી દૃષ્ટીમાંથી મારા માટે પ્રેમની ધારાSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=kyare-varasavisa-tari-drishtimanthi-mara-mate-premani-dharaક્યારે વરસાવીસ તારી દૃષ્ટીમાંથી મારા માટે પ્રેમની ધારા,
બંજર છે ભૂમિ મારી વેરાન છે હૈયું મારું,
પ્રભુ ખેડ બનાવવી છે એ ભૂમિને મારે
સિંચન તો તારે જ કરવું પડશે
બીજ તો તારેજ વાવવા પડશે
તો જ ખીલશે સદાબહાર પુષ્પો અંદર
ભિંજાવવું છે મને તારી વૃષ્ટિથી
નથી રહેવું કોરું મને તો, હે પ્રભુ કૃપા કર
અને ભીંજવી નાખ મને તારા પ્રેમભર્યા હૈયાથી
ક્યારે વરસાવીસ તારી દૃષ્ટીમાંથી મારા માટે પ્રેમની ધારા