View Hymn (Bhajan)
Hymn No. 9 | Date: 20-Aug-19921992-08-201992-08-20જોયા મેં તો બહુ રૂપ તમારા પ્રભુSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=joya-mem-to-bahu-rupa-tamara-prabhuજોયા મેં તો બહુ રૂપ તમારા પ્રભુ,
ઓળખી ન શકી એક પણ સ્વરૂપને,
રહ્યો આશ્ચર્યમાં નીરખી તમારા એક એક રૂપને
જાણ્યું તમારા અસ્તિત્વને, ન સમજી સર્જનહારને
આવી સૃષ્ટિમાં પણ કર્યો નિર્માણ,
જેણે આ જગતને કર્યું, ન જાણી શકી એની લીલાને,
પણ પ્રભુ જાણ કરાવી તમારી લીલાની મને જ્યારે,
ત્યારે અંત આવ્યો મારા આશ્ચર્યનો
જોયા મેં તો બહુ રૂપ તમારા પ્રભુ