View Hymn (Bhajan)
Hymn No. 4885 | Date: 09-Sep-20202020-09-092020-09-09'મા' જેવો છું તેવો, પણ તારો બાળ છુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ma-jevo-chhum-tevo-pana-taro-bala-chhum'મા' જેવો છું તેવો, પણ તારો બાળ છું
તારા બાળની સંભાળ તું લેજે, તારા બાળની સંભાળ તું લેજે
અયોગ્ય તારા બાળને યોગ્ય તું બનાવજે, તારા બાળની સંભાળ તું લેજે
આફતોથી મુક્તિ તું આપજે માડી, તારા બાળની સંભાળ તું લેજે
અંતરને એના તારા વિશ્વાસ ને પ્રેમથી તું ભરજે, તારા બાળની સંભાળ લેજે
ધીરજથી શ્વાસોશ્વાસ એના તું ભરજે 'મા' તારા બાળની સંભાળ તું લેજે
'મા' જેવો છું તેવો, પણ તારો બાળ છું