View Hymn (Bhajan)
Hymn No. 4886 | Date: 09-Sep-20202020-09-092020-09-09ઇચ્છાઓના આડંબરમાં દંભ આચરતો જાઉં છુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ichchhaona-adambaramam-dambha-acharato-jaum-chhumઇચ્છાઓના આડંબરમાં દંભ આચરતો જાઉં છું
કહેવું કાંઈક ને કાંઈક તને કહેતો જાઉં છું
ઇચ્છા છે દર્દ મટે મારું ને વાત વિશ્વાસની કરતો જાઉં છું
સ્વાર્થના વહેણમાં ક્યાં ને ક્યાં વહેતો જાઉં છું
આડંબરો રચી નવા નવા, હું ખુદ જ એમાં અચકાતો જાઉં છું
ઇચ્છાઓના આડંબરમાં દંભ આચરતો જાઉં છું