View Hymn (Bhajan)
Hymn No. 4882 | Date: 09-Sep-20202020-09-092020-09-09'મા' મને તારી શક્તિથી ભરો, તારી સ્થિરતાથી ભરોSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ma-mane-tari-shaktithi-bharo-tari-sthiratathi-bharo'મા' મને તારી શક્તિથી ભરો, તારી સ્થિરતાથી ભરો
મનના સંતાપ સઘળા માડી દૂર કરો 'મા' મને તારી શક્તિથી ભરો
જાણ છે તને સઘળી છે વિનંતી અમારી, અમને સઘળા બંધનથી મુક્ત કરો
બંધન હોય કર્મનાં કે પછી અન્ય કોઈ, હવે તમે અમને મુક્ત કરો
તંદુરસ્તીથી ભરો અમને, અમારી પ્રાર્થના સ્વીકાર કરો, 'મા' મને તારી...
વિશ્વાસ વિશ્વાસ શ્વાસેશ્વાસ, તારા પ્રખર વિશ્વાસથી ભરો
શંકાઓને સમાપ્ત કરો, પૂર્ણ વિશ્વાસ સંપૂર્ણ વિશ્વાસથી ભરો
આસૂરી શક્તિનો નાશ કરો, એના ખેલ સઘળા સમાપ્ત કરો
તારા ભક્તિભાવથી ભરો, માડી મારી મને તારામાં એક કરો
'મા' મને તારી શક્તિથી ભરો, તારી સ્થિરતાથી ભરો