View Hymn (Bhajan)
Hymn No. 4381 | Date: 10-Nov-20022002-11-102002-11-10મા સંજોગોની અસર ના આવે મારા પ્યાર પરSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=ma-sanjogoni-asara-na-ave-mara-pyara-paraમા સંજોગોની અસર ના આવે મારા પ્યાર પર,
મારો પ્યાર તો મારો શ્વાસ છે, એ તો સદાય નિર્મળ ને પવિત્ર છે ...
કરું અરજ, ઈશ્વર તારાથી પણ ના કરું ફરિયાદ, ના થાઊં ક્રોધિત કદી તારા પર,
દિલમાં મારા રહે સદા પ્યાર ને પ્યાર, કે મારો પ્યાર તો પવિત્ર છે.
ના કરું ક્યારે એના માપતોલ ના ચઢાવું કદી એને ત્રાજવે,
મારો પ્યાર તો સદાય બધે વરસતો ને એ તો અનમોલ છે.
મા સંજોગોની અસર ના આવે મારા પ્યાર પર