View Hymn (Bhajan)
Hymn No. 4380 | Date: 10-Nov-20022002-11-102002-11-10હર હાલમાં દિલના હાલ બૂરા છેSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=hara-halamam-dilana-hala-bura-chheહર હાલમાં દિલના હાલ બૂરા છે,
સફળતાને શોધતી નજરમાં અશ્રુની ધારા છે,
કરું શું કરું શું મળે સફળતા ઝંખના સતત એ છે,
મન મુઝાય છે, દિલ વ્યાકુળ છે, કે હરહાલમાં દિલના હાલ .....
કોને સમજાવીએ હાલેદિલ કે ના સમજીએ ખુદ જ્યાં,
લાગે ક્યારેક મદદના દાન પર ચાલી રહેલી અમારી જિંદગી છે,
મળે કાંઈ તારો ઇશારો તો યત્ન પ્રયત્ન કરવા અમે તૈયાર છીએ,
ના આવડે કાંઈ અમને, ના જાણીએ કાંઈ અમે કે આખરે શું કરવાનું છે,
મા કરીએ છીએ પ્રાર્થના તને કે સફળતા અમને પામવી છે,
સફળતા કાજે દ્વાર બધા તારે મા હવે ખોલવાના છે, કે હર હાલ .....
હર હાલમાં દિલના હાલ બૂરા છે