મળશું આપણે જ્યારે, ત્યારે હાલે દિલ એક બીજાના પૂછી લેશું
ત્યાં સુધી યાદના સહારે, ઇંતઝારમાં તારા અમે જીવી લેશું
કરવી છે ઘણી રે વાતો, મળશું જ્યારે, આરામથી ત્યારે કરી લેશું
જીવનની સફર ત્યાં સુધી અમે તને યાદ કરી, તય કરી લેશું
ભૂલીને દુઃખદર્દને તારા નામના, સુખમાં રાચી લેશું
મળીશ જ્યારે તું ત્યારે, રહ્યા કેમ એ તને રે કહેશું
તલસી રહી છે આંખો મારી, દીદાર ચાહે છે એ તો તારા, અમે એને માનવી લેશું
મનાવીએ કેમ ને કેવી રીતે, મળતા તને એ અમે કહી રે દેશું
દિલની ફરિયાદ અમે સાંભળી રે લેશું, તારી યાદમાં અમે ડૂબી જાશું
કરવી એણે કેટલી ફરિયાદો, મળતા એ તને કહી રે દેશું
- સંત શ્રી અલ્પા મા
malaśuṁ āpaṇē jyārē, tyārē hālē dila ēka bījānā pūchī lēśuṁ
tyāṁ sudhī yādanā sahārē, iṁtajhāramāṁ tārā amē jīvī lēśuṁ
karavī chē ghaṇī rē vātō, malaśuṁ jyārē, ārāmathī tyārē karī lēśuṁ
jīvananī saphara tyāṁ sudhī amē tanē yāda karī, taya karī lēśuṁ
bhūlīnē duḥkhadardanē tārā nāmanā, sukhamāṁ rācī lēśuṁ
malīśa jyārē tuṁ tyārē, rahyā kēma ē tanē rē kahēśuṁ
talasī rahī chē āṁkhō mārī, dīdāra cāhē chē ē tō tārā, amē ēnē mānavī lēśuṁ
manāvīē kēma nē kēvī rītē, malatā tanē ē amē kahī rē dēśuṁ
dilanī phariyāda amē sāṁbhalī rē lēśuṁ, tārī yādamāṁ amē ḍūbī jāśuṁ
karavī ēṇē kēṭalī phariyādō, malatā ē tanē kahī rē dēśuṁ
|