View Hymn (Bhajan)
Hymn No. 4403 | Date: 29-Aug-20142014-08-292014-08-29માન સદા ઉપકાર તું એનો, તને પ્રભુતણા નામનું અમૃત મળ્યુંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=mana-sada-upakara-tum-eno-tane-prabhutana-namanum-anrita-malyumમાન સદા ઉપકાર તું એનો, તને પ્રભુતણા નામનું અમૃત મળ્યું,
જીવન મળ્યું માનવનું કૃપા એની, જીવનમાં નૈયા પાર કરવા, એના નામનું અમૃતબિંદુ મળ્યું
ઘટશે ઝેર તારા હૈયામાંથી ને જીવનમાંથી, જ્યાં એના નામનું અમૃતબિંદુ મળ્યું
ઓગબ્યો ને ઓગળશે જીવનમાં અહંકાર તારા, જ્યાં એના નામનું અમૃત મળ્યું
મટશે અજ્ઞાનના અંધકાર, પથરાશે જ્ઞાનના પ્રકાશ, જ્યાં એના નામનું અમૃત મળ્યું
મળશે ગુણોનું રે દાન, થાશે કાર્ય તારું તમામ, તને પ્રભુતણા નામનું અમૃત મળ્યું
નાદાનિયત ને નાસમજીનું, નહીં રહે જીવનમાં કોઈ સ્થાન, જ્યાં પ્રભુ .....
મટી જાશે રે તારાં સઘળાં રે ગુમાન જીવનમાં, પ્રભુતણા નામનું અમૃત મળ્યું
મળશે નવા નવા તને પ્રભુના રે પયામ, જ્યાં તને પ્રભુતણા નામનું અમૃત મળ્યું
આનંદ ને આનંદના, ભરી ભરીને પીતો રહેજે તું જામ, જ્યાં પ્રભુતણા...
માન સદા ઉપકાર તું એનો, તને પ્રભુતણા નામનું અમૃત મળ્યું