View Hymn (Bhajan)
Hymn No. 4404 | Date: 29-Aug-20142014-08-292014-08-29તારામાં એક થયા વિના, આ પીડાઓ મટશે નહીંSant Sri Apla Mahttps://mydivinelove.org/bhajan/default.aspx?title=taramam-eka-thaya-vina-a-pidao-matashe-nahimતારામાં એક થયા વિના, આ પીડાઓ મટશે નહીં,
તારામાં એક થયા વિના, આ ઉપાડાઓ શમશે નહીં,
તારામાં એક થયા વિના, વિકારોનું જોર ઘટશે નહીં,
તારામાં એક થયા વિના, શંકાઓના સૂર બંધ થશે નહીં,
તારામાં એક થયા વિના, અહંકારના ખડકો ચૂર થશે નહીં,
તારામાં એક થયા વિના, વિકૃતિઓ મારામાંથી મટશે નહીં,
તારામાં એક થયા વિના, ઈર્ષાનો અગ્નિ શમશે નહીં,
તારામાં એક થયા વિના, તારું આપેલું કાર્ય પાર પડશે નહીં,
તારામાં એક થયા વિના, ઇચ્છાઓનો અંત આવશે નહીં,
તારામાં એક થયા વિના, જીવન સાર્થક થશે નહીં.
તારામાં એક થયા વિના, આ પીડાઓ મટશે નહીં